ક્રાઈમ બ્રાન્ચે અખબારનગર વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ૧૯.૮૧૨ કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ગાંજાના જથ્થા સાથે પોલીસે સતીશ મહેતા નામના નશાના સોદાગરની ધરપકડ કરી આગળની સઘન પૂછપરછ હાથ ધરી છે.