અમદાવાદ શહેર: અમદાવાદમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચના ACPનું નિવેદન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો. અમદાવાદ એરપોર્ટ પાસેથી એક કારમાંથી 15 દિવસના બાળકનું રેસ્ક્યૂ કર્યું. આ બાળકને એક મહિલા સહિત 3 વ્યક્તિ હિંમતનગરથી 3.60 લાખમાં ખરીદીને લાવ્યા. આ ટોળકી બાળકોની તસ્કરી કરીને તેમને ગુજરાત, તેલંગાણા અને યુપીના રાજ્યોમાં વેચી દેતા હતા.