કાલોલ: અલવા,તરવડા અને કંડાચ ગામમાં જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચરનો વીજપુરવઠો ખોરવાતાં ખેડૂતો દ્વારા MGVCL કચેરી ખાતે રજુઆત
કાલોલ તાલુકાના અલવા, તરવડા અને કંડાચ ગામના ખેડૂતોએ એકત્રિત થઈને બુધવારે એમજીવીસીએલ કચેરી અને મામલતદારને આવેદનપત્ર આપીને જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચરનો વીજપુરવઠો નિયમિત કરવાની લોકમાંગ કરી હતી. કાલોલ એમજીવીસીએલ વિભાગની કચેરી ખાતે ખેડૂતોએ આવેદન સાથે ભારે આક્રોશ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે પાછલા દોઢ બે મહિનાથી પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવા છતાં તાજેતરમાં ચોમાસું સિઝન પહેલાં જ પાછલા એક બે અઠવાડિયાથી વીજપુરવઠો અવારનવાર ખોરવાઈ રહ્યો છે.