થરાદ: ઈઢાટા ગામમાં ભારે વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન
થરાદ તાલુકાના ઈઢાટા ગામમાં છેલ્લા કેટલાંક દિવસોથી વરસતા ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. જેના કારણે ખેડૂતોના મગફળી, એરંડા , બાજરી, સહિતના ઉભા પાક બળી ગયા છે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.ગામના ખેડૂતોએ જણાવ્યું છે કે વરસાદી પાણી લાંબા સમય સુધી ખેતરમાં ઉભું રહેતાં પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. થરાદના આજુબાજુના અનેક વિસ્તારોમાં પણ ખેડૂતોને આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.