કાલોલ: કાલોલ અંબાલા કેનાલ રોડ પરથી બિનવારસી નંબર પ્લેટ વગરની એકટીવા સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: બે સામે ગુનો દાખલ
કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અંબાલા ગામ પાસે નર્મદા કેનાલના પુલ પરથી પોલીસે નંબર પ્લેટ વગર ની એકટીવા સ્કૂટર પર ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર અન્ય એક આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે.નંબર પ્લેટ વગરની કાળા કલરની એકટીવા ગાડીના આગળના ભાગે પ્લાસ્ટિકનો થેલો મૂકીને શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હતો. પોલીસે તેને રોકીને પંચોની હાજર