કાલોલ: રામનાથ, કંડાચ અને સગનપુરા ગામની ગોમા નદી પટમાં થતાં ગેરકાયદેસર રેતી ખનન રોકવા સ્થાનિકોની તંત્રને રજૂઆત
કાલોલ તાલુકાના રામનાથ, કંડાચ અને સગનપુરા ગ્રામ પંચાયત હદમાંથી પસાર થતી ગોમા નદીમાં ગેરકાયદે રેતી ખનન અને સંગ્રહખોરીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સ્થાનિક જાગૃત નાગરિકોએ ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી કેટલાક તત્વો દ્વારા ટ્રેક્ટરો મારફતે નદી પટમાંથી ખુલ્લેઆમ રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે.