ભુજ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
Bhuj, Kutch | Apr 4, 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતા અમલી બની છે. જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે યોજવા પર ભાર મુકાયો હતો. બેઠકમાં EVM વ્યવસ્થાપન, તાલીમ અને કાયદો-વ્યવસ્થા અંગે RO-ARO અને નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.