ભચાઉ: ભચાઉ પોલીસ દ્વારા ચોબારી ગામે લોક સંવાદ કાર્યક્રમ યોજાયો
Bhachau, Kutch | Mar 26, 2026 ભચાઉ તાલુકાના ચોબારી ગામે આજે ગુરુવારે મોડી સાંજે ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાના માર્ગદર્શન હેઠળ ચોબારી ગ્રામજનો સાથે લોક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોક સંવાદ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ જાગૃતી, અને ગામમાં સીસીટીવી કેમેરા લગાડવા સહિત વિવિધ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.