ગાંધીનગર: અમદાવાદના સ્ટાર્ટઅપનું ‘તપસ-1’ કેમેરા 1 ઓક્ટોબરે અંતરીક્ષમાં થશે લોન્ચ
અમદાવાદના સ્ટાર્ટઅપ Satleo દ્વારા નિર્મિત સ્વદેશી થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા ‘તપસ-1’ 1 ઓક્ટોબરે અમેરિકાથી Falcon-9 રોકેટ દ્વારા લોન્ચ થશે. આ કેમેરા પૃથ્વીના તાપમાન અને ગરમીના ફેરફારોની હાઈ રિઝોલ્યુશન તસવીરો મેળવશે, જેનો ઉપયોગ વિવિધ મહત્વના ક્ષેત્રોમાં થશે.