ભુજ: કચ્છ કમલમ્ ખાતે ભાજપના ૪૭મા સ્થાપના દિવસની ઉજવણી
Bhuj, Kutch | Apr 6, 2026 કચ્છ કમલમ્ ખાતે ભાજપના ૪૭મા સ્થાપના દિવસની ઉજવણી ભુજ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘કચ્છ કમલમ્’ ખાતે ભારતીય જનતા પાર્ટીના ૪૭મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદના હસ્તે પક્ષનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પક્ષની વિચારધારાને વરેલા રહેવા સંકલ્પ કર્યો હતો.