પાટણ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે 150થી વધુ તાજીયાનું જુલુસ નીકળ્યું
Patan City, Patan | Jul 6, 2025
પાટણ શહેર અને જિલ્લામાં મોહર્રમ નિમિત્તે ભવ્ય તાજીયા જુલુસ નીકળ્યું હતું. આ જુલુસમાં 150થી વધુ તાજીયા શરીફ,40થી વધુ દુલ-દુલ ઘોડા અને 130 પંજા-અલમ મુબારક સાથે આઠ અખાડા સામેલ હતા.બપોરની નમાજ બાદ શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાંથી તાજીયા નીકળ્યા હતા. ઈકબાલચોક, બોકરવાડો, ઢાંકવાડા, કાલીબજાર સહિત અનેક વિસ્તારોમાંથી આવેલા તાજીયા રતનપોળ ચોકમાં એકત્ર થયા હતા.