કાલોલ: તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયપાલસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ રાઠોડની પસંદગી કરવામાં આવી
પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખના અધિકાર પત્રને આધારે કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની ચૂંટણી માટે મેન્ડેટ (બીપ) અંગેની અધિકાર સત્તા જાહેર કરવામાં આવી હતી. આ મેન્ડેટને આધારે પ્રમુખ તરીકે જયપાલસિંહ દિલીપસિંહ રાઠોડ,ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ બકાભાઈ રાઠોડ, કારોબારી ચેરમેન તરીકે યજુવેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ જાદવ,પક્ષના નેતા તરીકે ચેતનાબેન શિશુનાથસિંહ ઠાકોર અને દંડક તરીકે અમરતબેન અજયસિંહ ચૌહાણની નિમણૂક કરાઈ.