ખંભાત: શહેરમાંથી દસ વર્ષના ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં જ પોલીસે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યો.
Khambhat, Anand | Oct 13, 2025 મૂળ ખંભાતના સત્યનારાયણના ભાટવાડાના અને હાલમાં વડોદરા ખાતે રહેતા જીગ્નેશભાઈ ભીખાભાઈ મિસ્ત્રીનો 10 વર્ષનો પુત્ર સૌમ્ય રમતા રમતા ક્યાં ગુમ થઈ જવા પામ્યો હતો. જેથી પરિવારના સભ્યોની આજુબાજુ તપાસ બાદ પણ તેનો કોઈ પતો લાગ્યો ન હતો.જેથી તુરંત ખંભાત શહેર પોલીસ મથકે જાણ કરાતા પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી હતી.આ દરમિયાન અલિંગ ચાર રસ્તા પાસેથી મળી આવ્યો હતો.જેને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યો.