ગોધરા: પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમી પર્વે પરંપરાગત શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો
ગોધરા: પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમી પર્વે પરંપરાગત શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે જીલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત ટ્રાફિક નિયમન નુ પાલન કરવા તેમજ વ્યસન થી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાગત રીત-રિવાજ મુજબ શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અધર્મ પર ધર્મના અને અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમો વિજયાદશમીનો તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે