કાલોલ: કાલોલના ફતેપુરી ગામે વાવાઝોડા સાથે વરસાદી આફત: પતરાનું છાપરું પડતાં ૧૩ વર્ષની કિશોરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત, વડોદરા સિવિલમ
કાલોલ તાલુકામાં ગત રાત્રે અચાનક બદલાયેલા હવામાન અને તીવ્ર વાવાઝોડા સાથે આવેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. કાલોલ તાલુકાની દેવચોટીયા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ફતેપુરી ગામે વાવાઝોડાના કારણે એક મકાનનું પતરાનું છાપરું તૂટી પડતાં એક ૧૩ વર્ષની કિશોરીને અતિ ગંભીર ઇજાઓ પહોંચી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે.દેવચોટીયા ગ્રામ પંચાયતના ફતેપુરી ગામે ગત તારીખ ૦૧/૦૬/૨૦૨૬ની રાત્રે ભારે વાવાઝોડું અને વરસાદ આવ્યો હતો. આ કુદરતી આફત દરમિયાન ગામના રહીશ જશીબેન ગણપતભાઈના