કપરાડામાં તંત્રની પોલ ખુલી: પાંચવેરા અને કેલધા ગામમાં લાખોના ખર્ચે બનેલું નવું ગરનાળુ પહેલા જ ભારે વરસાદમાં ધોવાયું:
નવનિર્મિત ગરનાળામાં ગાબડા પડતાં સ્થાનિક આદિવાસી લોકોની અવરજવર ખોરવાઈ,
ચોમાસાની શરૂઆતમાં જ તંત્ર દ્વારા લાખોના ખર્ચે કરવામાં આવેલા વિકાસના કામોના છોતરા નીકળી ગયા છે. વલસાડ જિલ્લાના છેવાડાના અને અંતરિયાળ આદિવાસી વિસ્તાર ગણાતા કપરાડા તાલુકાના પાંચવેરા અને કેલધા ગામમાંથી સરકારી કામગીરીની બેદરકારી સામે આવી છે..અહીં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું નવું નાળું પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયું છે, જેના કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે..વલસાડના કપરાડા તાલુકાના અંતરિયાળ આદિવાસી ગામ એવા પાંચવેરા અને કેલધા ફળિયામાં વધુ વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે લાખોના ખર્ચે એક નવું ગરનાળુ (નાળુ) બનાવવામાં આવ્યું હતું. તંત્રનો દાવો હતો કે આ નાળાથી સ્થાનિકોને ચોમાસામાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે. પરંતુ �
Valsad, Valsad | Jul 9, 2026