બાવળા: રાયપુર ગામ નજીક માર્ગ અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત
આજરોજ તા. 27/03/2026 શુક્રવારે બપોરે એક વાગ્યાના સુમારે વટામણ - બગોદરા હાઇવે પર રાયપુર ગામ નજીક એક કાર ને પાછળ થી ટ્રક ચાલકે ટક્કર મારતા આ કાર આગળ જતી આઈસર સાથે અથડાઈ હતી. આ અકસ્માત માં કારમાં સવાર પતિ - પત્ની અને બાળકને સામાન્ય ઈજા પહોંચી હતી. કોઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.