ગોધરા: ગોધરા શહેરમાં પ્રથમ વરસાદમાં જ રોડ-રસ્તા ધોવાયા!: ખાડારાજથી નગરજનો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાયા
ગોધરા શહેરમાં પ્રથમ વરસાદમાં જ રોડ-રસ્તા ધોવાયા! ખાડારાજ થી નગરજનો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાયા. છે ચોમાસાની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જ ગોધરા શહેરના મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે. પ્રથમ વરસાદ ખાબકતાની સાથે જ શહેરના રાજમાર્ગો પર ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય પથરાઈ ગયું છે, જેને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.શહેરના સતત વ્યસ્ત ગણાતા એવા પોલન બજાર, સ્ટેશન રોડ, ગીદવાની રોડ, એસ.ટી. બસ સ્ટેન્ડ રોડ, લાલબાગ, જૂના બસ સ