અમદાવાદ શહેર: વટવામાં હત્યા પાછળ નકલી નોટનો કારોબાર હોવાનો ખુલાસો
આજે બુધવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ વટવા હત્યા કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હત્યાની તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી નકલી નોટો બનાવવાનું કારખાનું મળી આવ્યું છે. મૃતક ઇમરાન સિંધા જ ભાડે મકાન રાખી છેલ્લા ત્રણ મહિનાથી આ કારોબાર ચલાવતો હતો અને તેણે જ આરોપીઓને નોકરીએ રાખ્યા હતા.વટવા પોલીસે લેઝર પ્રિન્ટર, આરબીઆઈ (RBI) લખેલા બટર પેપર અને ગાંધીજીના વોટરમાર્ક સહિતનો કાચો માલ જપ્ત કર્યો છે. હરિયાણાથી ઝડપાયેલા આરોપીઓ પાસેથી પણ ડુપ્લીકેટ નોટો મળી.