અમદાવાદ શહેર: AMC ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી ચલાવતા બે ડ્રાઈવર સસ્પેન્ડ
ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી ચલાવતા બે ડ્રાઈવર સસ્પેન્ડ .. ટ્રાફિકના નિયમો વિરુદ્ધ વાહન ચલાવવામાં આવતું હોય છે. જેના પગલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અંતર્ગત ચાલતા વેસ્ટ કલેક્શનના વાહનો ચાલકોની વિશેષ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ચેકિંગ દરમિયાન વિરાટનગર અને નવરંગપુરા વોર્ડમાં બે ડ્રાઇવરો નિયમોનું યોગ્ય રીતે પાલન ન કર્યું હોવાના પગલે તાત્કાલિક અસરથી તેમને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.