ઉચ્છલ: ઉચ્છલમાં ખેલ મહાકુંભ કબડ્ડી સ્પર્ધા: 47 ટીમોએ લીધો ભાગ
Uchchhal, Tapi | Sep 29, 2026 ઉચ્છલ તાલુકામાં ખેલ મહાકુંભ-2026 હેઠળ કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અન્ડર-14, અન્ડર-17 અને ઓપન વિભાગમાં પ્રાથમિક, માધ્યમિક શાળા તથા કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની 47 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.