જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં વાડી વિસ્તારમાં મોડી રાત્રે ધાડ પાડવા માટે એક ગેંગ ત્રાટકી હતી. એક વૃદ્ધ ખેડૂત દંપતિની વાડીમાં ઘૂસી જાય વૃદ્ધ દંપતી પર હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. વૃદ્ધ મહિનાના કાનમાંથી તેમજ ઘરમાં પડેલા રૂપિયા 65000 ની કિંમતના સોનાના ઘરેણાની લૂંટ ચલાવી ભાગી છુટ્યા હતા. ઈજાગ્રસ્ત ખેડૂત દંપતી હાલ સારવાર હેઠળ છે, જ્યારે પોલીસે ચાર લૂંટારૂ ધાડપાડુ ગેંગ સામે ગુનો નોંધીઓ છે અને શોધખોળ ચલાવવામાં આવી રહી છે.