કાલોલ: કાલોલના મીરાપુરી ગામે શોર્ટ સર્કિટથી બે મકાનોમાં ભીષણ આગ: ઘરવખરી બળીને ખાખ, ફાયર બ્રિગેડે વધુ હોનારત અટકાવી
કાલોલ તાલુકાના મીરાપુરી ગામે ગતરોજ શોર્ટ સર્કિટના કારણે અચાનક બે રહેણાંક મકાનોમાં ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. આગની લપેટમાં આવી જતાં બંને મકાનોમાં રાખેલી તમામ ઘરવખરી, અનાજ અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવ્યો હતો, જેને પગલે મોટી હોનારત ટળી હતી.