માઠા સમાચાર, EMI વધશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકે 12 જૂન 2026 થી MCLRમાં 0.05%નો વધારો કર્યો છે. બેંક ઓફ બરોડામાં ઓવરનાઈટ રેટ 7.80%થી વધીને 7.85% અને 1 વર્ષનો રેટ 8.70%થી વધીને 8.75% થયો છે. HDFC બેંક પછી આ બંને સરકારી બેંકોએ પગલું ભર્યું છે. MCLR સાથે જોડાયેલી હોમ, કાર કે પર્સનલ લોનવાળા ગ્રાહકોની રિસેટ તારીખે EMI વધી શકે છે. રેપો રેટ સાથે લિંક્ડ લોન પર અસર નહીં પડે.
#bankofindia #mclr #hdfc #crimekingnews