શહેરા તાલુકાના ઉમરપુર ગામે સસરા ને બચાવવા જતા પુત્રવધૂનું વીજ કરંટ લાગતા મોત થયું હતું,જેની વાત કરીએ તો સસરા ઘર પાસે દાતણ તોડી રહ્યા હતા તે દરમિયાન હાઈટેન્શન લાઈનને હાથ અડી જતા કરંટ લાગ્યો હતો,જ્યાં સસરાને તરફડતા જોઈ પુત્રવધૂ બચાવવા જતા પોતે કરંટથી ઘટના સ્થળે બેભાન થઈ ગયા હતા.ઘટનાને લઈ નજીકની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૪૦ વર્ષીય પુત્રવધૂ સુશીલાબેનનું મોત થયુ