ગોધરા: ગોધરામાં બામરોલી રોડ પરથી બાઇકની ચોરી: અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ
ગોધરાના બામરોલી રોડ પર ચંદ્રિકા નગર, રોયલ રેસીડન્સી નજીકથી એક બાઇકની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લાના ગામડી ગામના વતની ખેડૂત જયંતીભાઈ શંકરભાઈ પગીએ પોતાની કાળા રંગની બાઇક ત્યાં પાર્ક કરી હતી, જેને કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટ્યો હતો. ચોરી થયેલી આ બાઇકની અંદાજિત કિંમત ₹૫૫,૦૦૦ જણાવવામાં આવી છે. આ મામલે વાહન માલિક જયંતીભાઈએ ગોધરા ટાઉન એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી