ગુજસીટોક આરોપીની ચોંકાવનારી ધરપકડ
° ડ્રોન સર્વેલન્સ દ્વારા પકડ: ક્રાઈમ બ્રાન્ચે આધુનિક ડ્રોન ટેકનોલોજીની મદદથી ખોડીયારનગર વિસ્તારમાંથી ત્રણ રીઢા આરોપીઓ—(૧) ગુરુમુખસિંગ કલ્લુસિંગ બાવરી, (૨) દર્શનભાઈ દિલીપભાઈ મારવાડી, અને (૩) કિરપાલસિંગ ઝેરીલસિંગ જુનીને પકડી પાડવામાં આવ્યા હતા.
° મોટા ગુનાઓનો પર્દાફાશ: કુખ્યાત ગુરુમુખસિંગ બાવરી સહિતના શખ્સો વડોદરા અને આણંદના ૧૭ થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓમાં વોન્ટેડ હતા.
° મુદ્દામાલ જપ્ત: આરોપીઓ પાસેથી સોના-ચાંદીના ઘરેણાં, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા અને બે મોટરસાઇકલ મળી કુલ ₹૪,૬૮,૬૩૩/- નો મુદ્દામાલ કબ્જે કરાયો.
° અનડિટેક્ટ કેસો ડીટેક્ટ: સમા, મકરપુરા, વાડી, છાણી, વાસદ અને આંકલાવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અસંખ્ય વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
#factfindernews #vadodara #arrestedVadodara #DCB #gujctoc