ભચાઉ: રામપર ગામે પૂર્વ સરપંચના ઘરે ફાયરિંગના બનાવમાં ફરિયાદી રામજીભાઈએ સમગ્ર બનાવની વિગતો જણાવી
Bhachau, Kutch | Mar 28, 2026 25 તારીખે મોડી રાત્રે ટોળા દ્વારા ભચાઉ તાલુકાના રામપર ગામે પૂર્વ સરપંચના ઘરે 4થી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બનાવમાં સામખિયાળી પોલીસ દ્વારા ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી રામજી કેશર મણકાએ આજે સાંજે સમગ્ર બનાવની વિગતો જણાવી હતી.