દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સરોરી ગામમાં ભૂંડોનો આતંક,ઊભા પાકને ભારે નુકસાનથી ખેડૂતો પરેશાન!
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા સરોરી ગામમાં વન્યજીવોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સરોરી ગામ અને તેની આસપાસના વિસ્તારમાં જંગલી ભૂંડોના ત્રાસના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રાત્રિના સમયે કે સવાર ખેતરોમાં ત્રાટકતાં ભૂંડોનો ઝૂંડ ઊભા પાકનો સોથ વાળી દે છે,જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનું સરોરી ગામ જ્યાં હાલ ખેડૂતો પોતાની રાતોની ઊંઘ હરામ કરીને ખેતરોની ચોકી કરવા મજબૂર બન્યા છે.સરોરી ગામમાં છેલ્લા કેટલાક સમયથી જંગલી ભૂંડોનો ત્રાસ અસહ્ય વધી ગયો છે.દિવસ-રાત એક કરીને લોહી-પાણી સિંચીને ખેડૂતોએ જે પાક તૈયાર કર્યો હતો, તે ઊભા પાકમાં જંગલી ભૂંડો ઘૂસી જઈને આખો પાક વેરવિખેર કરી નાખે છે. ખેતરોમાં મકાઈ, શાકભાજી કે અન્ય ધાન્ય પાકને ભૂંડો રોંદી નાખે છે, જેના�
Dohad, Dahod | Sep 23, 2026