કાલોલ: કાલોલ શક્તિપુરા નર્મદા કેનાલ નજીક બાઇક સ્લિપ થતાં ચાલકનું સારવાર દરમિયાન મોત: ગુનો દાખલ
બાકરોલ ગામના હરસિધ્ધી માતાના મંદિર પાસે રહેતા વનરાજસિંહ રામસિંહ મહિડા (ઉં.વ. ૪૫)હાલોલ જી.આઇ.ડી.સી. સ્થિત સુપ્રિમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી પોતાની નોકરી પૂરી કરીને મોટર સાઇકલ (નંબર: GJ-17-BD-6775) લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન નર્મદા કેનાલ શક્તિપુરા સી આર ગેટથી થોડે આગળ ખાંખરીયા તરફ જતા રોડ પર તેમની બાઇક અચાનક સ્લિપ ખાઇ ગઇ હતી. બાઇક સ્લિપ થવાના કારણે વનરાજસિંહને માથાના ભાગે, જમણા હાથની કોણીએ તેમજ બરડાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને કાનમાં