ભુજ: ચેક પરત કેસમાં ભુજના વેપારીને એક વર્ષની સજા
Bhuj, Kutch | Feb 1, 2026 ચેક પરત કેસમાં ભુજના વેપારીને એક વર્ષની સજા ચેક પરત ફરવાના કેસમાં ભુજના વેપારી પુનિત મહેન્દ્રભાઇ ભીંડેને એક વર્ષની સજા તથા ચેકની રકમ વ્યાજ સાથે વળતર તરીકે ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની ટૂંક વિગત મુજબ આરતી ફાઇનાન્સના જેકી મહેશભાઇ ઠક્કર પાસેથી 2021ના આરોપી મેસર્સ લાલજી લખમશી પેઢીના ભાગીદાર પુનિત ભીંડેએ નાણાંની જરૂરિયાત પડતાં ફરિયાદી જેકી પાસેથી રૂા. પાંચ લાખ માસિક એક ટકાના વ્યાજે લીધા હતા અને પેઢીના બેંક ખાતાનો ચેક આપ્યો હતો. આ ચેક પરત ફરતા