સરભોળ ગામે હળપતિવાસમાં લગ્ન પ્રસંગ હોવાથી લગ્નનું ડાપુ લેવા માટે બે નકલી વ્યંઢળો ( માસીઓ ) આવ્યા હતા અને રૂપિયા 21 હજારની માંગ કરી રકઝકના અંતે એક હજાર એકસો લઈ ચાલ્યા ગયા બાદમાં અસલી માસીઓ પહોચતા ખબર પડી કે તેમનું દાપુ કોઈ લઈ ગયું છે જેથી તેઓ જતા રહ્યા બાદ બીજા દિવસે વરરાજા જાન લઈને આવ્યા ત્યારે ફરી નકલી વ્યંઢળો માસીઓ આવતા લોકોએ પકડી મેથીપાક આપી અસલી માસીઓને જાણ કરતા પોતાના નામની બદનામી કરતા રાજકોટના બે ઇસમોને બારડોલી રૂરલ પોલીસને સોંપ્યો.