છેલ્લા અઠવાડિયા સુધી પડેલા કમોસમી વરસાદ બાદ પાદરા સહિત સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ બગડેલી જોવા મળી રહી છે. વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. વર્ષા બાદ હવે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ પાદરા ગ્રામ્ય વિસ્તારોમાં ઘાટું ધુમ્મસ છવાયું હતું. ઝાકળના ટીપાં ઘાસ પર ઝગમગતાં જોવા મળ્યા – જે શિયાળાની શરૂઆતની નિશાની માનવામાં આવે છે.