ખંભાત શહેરના રબારીવાડ જીન પાસે રહેતા 53 વર્ષીય વિનોદભાઈ ઈશ્વરભાઈ ચુનારા કોઈને કાંઈ પણ કહ્યા વગર ઘરેથી નીકળીને ક્યાંક ગુમ થઈ ગયા હતા.આ અંગેની જાણ તેના પરિવારજનોને થતાં તેમણે તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પતો મળ્યો નહોતો. આ મામલે તેના ગુમ થયાની ફરિયાદ ખંભાત શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે જાણવાજોગ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.