ગળતેશ્વર: તાલુકાના મહારાજના મુવાડા સીમ પાસે કાર ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા એકનું મોત, એક ઘાયલ
અમદાવાદ-ઇન્દોર હાઈવે પર આવેલ મહારાજના મુવાળા સીમ વિસ્તારમાં અંબિકા વે બ્રિજની સામે કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી જેમાં બાઇક પર સવાર સંજયભાઈ પરમાર અને જીગરભાઈ પરમાર બંને રોડ પર પટકાયા હતા જેમાં જીગરભાઈને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે મોત નીપજ્યું અને સંજયભાઈને ઇજાઓ થતા સારવાર અર્થે ગોધરા ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પરિવારજનો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી મરણ પામેલની લાશને પીએમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.