ભુજ: માધાપર પાસે અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
Bhuj, Kutch | Apr 3, 2026 માધાપર પાસે અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત માધાપરના વૃદ્ધ દંપતી મોપેડ પર કથામાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાઇક સાથે અકસ્માત નડ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઇ ચારણનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. માધાપર પોલીસે બાઇકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.