ગાંધીનગર: કલોલના પાનસર મંદિરમાં ચાંદીના છત્તરની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો
કલોલના પાનસર ગામે ફુલબાઈ જોગણીમાતાના મંદિરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરનારને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પરથી આરોપીની ધરપકડ કરી પોલીસે 5 ચાંદીના છત્તર કબજે કર્યા છે.