કાલોલ: કાલોલ તાલુકાના પલાસા ગામે ‘જન કલ્યાણ શિબિર’ યોજાઈ. મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા
કાલોલ તાલુકાના બાકરોલ જિલ્લા પંચાયત હેઠળના પલાસા ગામ ખાતે ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા ઉદ્દેશથી આયોજિત આ શિબિરને તાલુકા પંચાયતના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતું આ પ્રસંગે કાલોલ મામલતદાર વિકાસભાઇ પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર મીનીશ દોશી, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, પંચાયતના ઉપપ્રમુખ સંજયસિંહ