દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલન બેઠક યોજાઈ
બેઠક દરમિયાન વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વિભાગો વચ્ચે વધુ સારા સંકલન સાથે વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પ્રાંત અધિકારીએ વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પ્રજાલક્ષી કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય અને લોકોને સરકારી સેવાઓનો ઝડપી લાભ મળે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
આ તાલુકા સંકલન બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Dohad, Dahod | Aug 1, 2026