અમદાવાદ શહેર: અમદાવાદના નિવૃત્ત પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 7.12 કરોડ પડાવ્યા, 12 આરોપીઓની ધરપકડ, ACP નું નિવેદન
અમદાવાદના નિવૃત્ત પ્રોફેસરને અજાણ્યા શખસોએ ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 7.12 કરોડ પડાવ્યા હતા. આ અંગે સાયબર ક્રાઈમે સાયબર ગઠિયાઓને એકાઉન્ટ અને ફ્રોડના નાણા કમિશન લઈ ક્રિપ્ટો કરન્સીમાં મોકલનાર એજન્ટ અને એકાઉન્ટ હોલ્ડરની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમે 3 એકાઉન્ટ હોલ્ડર અને અન્ય એકાઉન્ટ પૂરા પાડનાર સહિત કુલ 12 આરોપીઓની ધરપકડ કરી.