મણિનગર: કાંકરિયામાં ઉનાળામાં પ્રાણીઓ-પક્ષીઓને હીટવેવથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા
આજે શનિવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ કાંકરિયા ખાતે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જેમાં ઉનાળામાં પ્રાણીઓ-પક્ષીઓને હીટવેવથી બચાવવા માટે પ્રાણીઓના પિંજરા સામે એર કૂલર, ગ્રીન નેટ, પાણીનો ભરપૂર છંટકાવ, નોક્ટરનલ ઝૂમાં જીઓ-થર્મલ એરેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે.કાંકરિયામાં વન્યજીવોને અનકૂળ વાતાવરણ, ધોમધગતા તાપ વચ્ચે મુલાકાતીઓને ઝૂમાં ઠંડકનો અહેસાસ મળે તે માટે કામગીરી કરવામાં આવી છે.