કડી તાલુકાના કરણનગર ગામે થી થોળ રોડ પર આવેલ સૌરાષ્ટ્ર શાખા ની નર્મદા કેનાલમાં 26 ડિસેમ્બર ના રોજ બપોરના સમયે કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવતા ચકચાર વ્યાપી જવા પામ્યો હતો.સમગ્ર ઘટના ની જાણ કડી પોલીસ ને થતાં ઘટના સ્થળે દોડી આવી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કાઢી તેના પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.વીડિયોમાં જોવા મળી રહ્યું છે તે પ્રમાણે મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં તણાઈ આવ્યો હતો.