કાલોલ: વેજલપુર ખાતે સતત બીજા દિવસે વધુ એક જર્જરીત મકાન ધારાશયી થયુ. હજુ બીજા ૨૦ જેટલા જર્જરીત મકાનો.
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે મેઈન બજાર હોળી ચકલા વિસ્તારમાં આજે વધુ એક જર્જરીત મકાન તુટી પડ્યુ છે જોકે સદભાગ્યે કોઈ પણ પ્રકારની જાનહાનિ ટળી ગઈ છે ગઈકાલે માળી ફળિયા પાસે એક જર્જરીત મકાન તુટી પડવાની સાહી સુકાઈ નથી ત્યાં બીજું એક મકાન તુટી પડ્યું છે આસપાસના લોકો માં ભારે ભય નો માહોલ સર્જાયો છે વેજલપુર ગામમાં આવા ૨૦ જેટલા મકાનો જર્જરીત અવસ્થામાં ઊભા છે જે ગમે ત્યારે તુટી પડે તેમ છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કર