અમરેલીના વડીયા તાલુકાના અરજણસુખ અને તોરી વિસ્તારમાં સિંહણના અલગ-અલગ હુમલામાં વનકર્મી સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ હોસ્પિટલની મુલાકાત લઈ ઈજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા અને પરિવારજનોને સાંત્વના આપી હતી. તબીબી સ્ટાફ પાસેથી સારવાર અંગેની માહિતી મેળવી તમામને સમયસર અને યોગ્ય સારવાર આપવા સૂચના આપવામાં આવી છે. સાથે જ વન વિભાગને ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવવા અને લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા સૂચના અપાઈ છે.
#Amreli #LionAttack #WildlifeConflict #GujaratNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Oct 3, 2026