ગોધરા: મોરવા હડફ તાલુકાના રજાયતા ગામે ૩૮ વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: પોલીસે તપાસ હાથ ધરી.
મોરવા (હડફ) તાલુકાના રજાયતા ગામે ૩૮ વર્ષીય પાર્વતીબેન ડાહ્યાભાઈ રજાતે પોતાના ઘરમાં સાડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટના ૧૭ મેની રાત્રિથી ૧૮ મેની સવાર દરમિયાન બની હતી. મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મામલે વધુ તપાસ શરૂ કરી છે.