ગોધરા: ગોધરામાં વિજયાદશમી નિમિત્તે રાવણ દહન માટેની તૈયારીઓને આખરી ઓપ, લાલબાગ મેદાનમાં થશે ભવ્ય આયોજન
ગોધરામાં વિજયાદશમી નિમિત્તે રાવણ દહન માટેની તૈયારીઓને આખરી ઓપ, લાલબાગ મેદાનમાં થશે ભવ્ય આયોજન,ગોધરા શહેરમાં વિજયાદશમીના પર્વને લઈને રાવણ દહન કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી છે. શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક રામસાગર તળાવ નજીકના લાલબાગ મેદાન ખાતે યોજાનારા પરંપરાગત રાવણ દહન કાર્યક્રમને લઈને ગોધરા નગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.આ વર્ષે પણ વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં