ખંભાત: લાલ દરવાજા ચોકી પાસેથી અશાંતધારાની અરજીઓના નિકાલ માટે ₹30 હજારની લાંચ લેતા લાંચિયા PSI પંકજ પી.પટેલ ઝડપાયા
આણંદ જિલ્લાના ખંભાતમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. ખંભાતની લાલ દરવાજા પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પંકજ પરસોત્તમભાઈ પટેલને ₹30,000ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે.એક અરજદારે અશાંતધારા હેઠળ મિલકત ટ્રાન્સફર સંદર્ભે બે અલગ-અલગ અરજીઓ કરી હતી. આ અરજીઓ બાબતે હકારાત્મક અભિપ્રાય આપવા માટે PSI પંકજ પરસોત્તમભાઈ પટેલે દરેક અરજી દીઠ ₹20,000 લેખે કુલ ₹40,000ની માંગણી કરી હતી.