ભુજ: કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો: ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ
Bhuj, Kutch | Apr 2, 2026 કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો: ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપે ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરી છે. ભુજ 'કમલમ' ખાતે ભુજ, માંડવી અને અબડાસા સહિતના વિસ્તારો માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જ્યારે અંજાર ખાતે મુંદ્રા, રાપર અને ભચાઉના દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હતી. પક્ષમાં ટિકિટ માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.