ગોધરા: કાલોલ નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને હાલના કોર્પોરેટરના પતિ તુષાર શાહની SOG દ્વારા ક્રિકેટ સટ્ટા બેટિંગ કેસમાં ધરપકડ
ગોધરાના 2024ના ક્રિકેટ સટ્ટા બેટિંગ કેસમાં એસ.ઓ.જી. પોલીસને મોટી સફળતા મળી છે. લાંબા સમયથી વોન્ટેડ આરોપી તુષાર દિનેશ શાહની ધરપકડ કરવામાં આવી છે. તેઓ કાલોલ નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને હાલના કોર્પોરેટરના પતિ છે. સ્ટેટ વિજિલન્સની રેડ દરમિયાન તેમની સંડોવણી બહાર આવી હતી, બાદમાં તેઓ ફરાર હતા. ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી.એ તેમને પકડી ગોધરા એ-ડિવિઝન પોલીસને સોંપ્યા છે. હાલ પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે અને કેસમાં અન્ય મોટા નામો બહાર આવવાની શક્યતા વ્યક્