ખંભાત: જીણજ ગામે યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું.
Khambhat, Anand | Oct 10, 2025 ખંભાત તાલુકાના જીણજ ગામે એક 28 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.જીણજ ગામના મહાદેવ ફળીયામાં કિરણભાઈ કનુભાઈ સોલંકી રહે છે.જે યુવકે કોઈ અગમ્ય કારણોસર સીમ વિસ્તારમાં ખેતરમાં સેલ્ફોર્સ નામક ઝેરી દવા ગટગટાવી હતી.જેને કારણે તેને કારડીયાર્ક કેર હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના ડોકટરે તપાસ કર્યા બાદ મૃત જાહેર કર્યો હતો.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પી.એમની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.